યામી ગૌતમે ‘ઉરી’ના ડાયરેક્ટર આદિત્ય ધર સાથે ગુપચુપ કર્યા લગ્ન..

લગ્નની પ્રથમ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે

બોલીવુડ અભિનેત્રી યામી ગૌતમએ લગ્ન કરી લીધા છે. તેણે લગ્નની પ્રથમ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. યામીએ ફિલ્મ ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક ના ડાયરેક્ટર આદિત્ય ધર સાથે લગ્ન કર્યાં છે. આ લગ્ન ખુબ ઇન્ટીમેટ હતા અને તેમાં બન્ને પરિવારના લોકો સામેલ થયા હતા.

યામીએ પોતાના લગ્નની પ્રથમ તસવીર શેર કરતા લખ્યું છે- પોતાના પરિવારોના આશીર્વાદથી આજે અમે લગ્ન કરી લીધા છે. અત્યંત વ્યક્તિગત વ્યક્તિ હોવાને લીધે અમે આ ઉત્સવ માત્ર અમારા પરિવારની સાથે મનાવ્યો છે.

યામી અને આદિત્યએ એક જેસી તસવીર અને એક જ પોસ્ટ સેર કરી છે. પોતાના લગ્નની તસવીરમાં અભિનેત્રી લાલ સાડીમાં જોવા મળી રહી છે.

 57 ,  1