યાત્રાધામ પાવાગઢ ભક્તો માટે આ તારીખથી રહેશે બંધ…

જાણો મંદિર ટ્રસ્ટે કેમ બંધ રાખવાનો નિર્ણય કર્યો….

ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલુ પવિત્ર યાત્રાધામ પાવાગઢ મંદિર કોરોના મહામારી બાદ અનેકવાર માઈ ભક્તો માટે બંધ કરવવામાં આવ્યું હતુ. ત્યારે હવે ચાલુ માસમાં આગામી 13 ડિસેમ્બરથી 17 ડિસેમ્બર સુધી મંદિર ભક્તો માટે માટે બંધ કરવાનો મંદિર ટ્રસ્ટે નિર્ણય કર્યો છે. મંદિરના નિર્માણ કાર્ય દરમિયાન મંદિરના મહત્વના ભાગનું કામ કરવાનું હોવાથી મંદિર બંધ રહેશે.

યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના વૈભવી અને વિશાળ મંદિરના નિર્માણની કામગીરી હાલમાં પુરજોશમાં ચાલી રહી છે. જ્યારે સાથો સાથ મંદિરના આસપાસના વિસ્તારમાં વિકાસની કામગીરી તેમજ મંદિર સુધી જવા માટે નવીન પગથિયા બનાવવાની કામગીરી પણ કરાઇ હતી. આગામી દિવસોમાં આવનાર દર્શનાર્થીઓને કોઈ અગવડ ન પડે અને સરળતાથી દર્શન થાય તે માટે સુચારુ આયોજન કરાયુ છે.

આયોજનના ભાગરૂપે તા.13 ડિસેમ્બર થી 17 ડિસેમ્બર માટે માતાજીના દર્શન ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા લેવા્યો છે. તેમજ ત્યાર બાદ માઇ ભકતો પાવાગઢ ખાતે પધારી રાબેતા મુજબ માતાજીના દર્શન કરી શકશે તે માહિતી પણ મંદિર ટ્રસ્ટ દ્વારા આપી છે. મંદિરના નિર્માણની કામગીરી દરમ્યાન દર્શન માટે મંદિર બંધ રહેશે પરંતુ ભાવિક ભક્તો માતાજીના દર્શનથી વંચીત ન રહે તે માટે ઓનલાઇન વર્ચ્યુઅલ દર્શન કરી શકે તે માટે પણ મંદિર ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરી છે. જેમાં મંદિરની વેબસાઈટ www.pavagdhtemple.in ના માધ્યમથી માતાજીના લાઈવ દર્શનનો લ્હાવો માઇ ભક્તો લઇ શકશે.

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી