યેદીયુરપ્પાએ મુખ્યમંત્રી પદેથી વિદાયનો આપ્યો સંકેત….!

CM બદલવાની ચર્ચા વચ્ચે યેદિયુરપ્પાનું ટ્વીટ, કર્ણાટકનું રાજકારણ ગરમાયું

કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પા પાસેથી રાજીનામું લેવાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. આ ચર્ચાઓ વચ્ચે યેદિયુરપ્પાએ ટ્વીટ કરીને પોતાના સમર્થકોને અપીલ કરી છે.

યેદીયુરપ્પાએ ટ્વીટ કરીને લખ્યું કે, મને ગર્વ છે હું ભાજપનો વફાદાર કાર્યકર્તા છું. મારા માટે સમ્માનની વાત છે, આદર્શોનું પાલન કરીને ભાજપની સેવા કરી છે. સાથે જ તેમણે કહ્યું કે, મારા તમામ સમર્થકોએ પાર્ટીના સંસ્કારોના આધારે વર્તન કરવું જોઈએ.

ટ્વીટમાં તેમણે સમર્થકોને વધુમાં કહ્યું હતું કે, કોઈ પણ પ્રદર્શન અથવા પાર્ટીને શરમમાં મુકાવવું પડે તેવા કાર્યક્રમમાં તમે ન જોડાશો. મહત્વનું છે કે, કર્ણાટકના CM બદલવાની ચર્ચાઓ વચ્ચે PM મોદીની વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત થઈ હતી. યેદિયુરપ્પાએ અગાઉ જે.પી.નડ્ડા, અમિત શાહ સાથે પણ બેઠક કરી હતી. યેદિયુરપ્પા શરતી રાજીનામું આપવા તૈયાર હોવાની પણ ચર્ચાઓ તેજ થઈ હતી. ત્યારે હવે યેદિયુરપ્પાએ પોતાના સમર્થકોને કોઈ પણ વિરોધ ન કરવાની અપીલ કરી છે.

 96 ,  1