યેદિયુરપ્પાનો દાવોઃ આજે સાંજે હું બનીશ કર્ણાટકનો નવો મુખ્યમંત્રી..

કર્ણાટકમાં એચડી કુમારસ્વામીની સરકાર પડી ગયા પછી હવે નવી સરકાર બનાવવાનું અભિયાન તેજ કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના નેતા બીએસ યેદિયુરપ્પા આજે 10 વાગે રાજ્યપાલ વજુભાઈ વાળાને મળવા પહોંચ્યા હતા. આ મુલાકાતમાં યેદિયુરપ્પાએ રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યા છે. મુલાકાત પછી યેદિયુરપ્પાએ કહ્યું છે કે, તેઓ આજે સાંજે 6 વાગે મુખ્યમંત્રી પદના શપથ લેશે. યેદિયુરપ્પાએ 31 જુલાઈ સુધી વિધાનસભામાં બહુમતી સાબીત કરવી પડશે.

રાજ્યપાલ સાથે મુલાકાત કરીને બીએસ યેદિયુરપ્પાએ 105 ધારાસભ્યોના સમર્થનવાળો પત્ર સોંપ્યો છે અને જણાવ્યું છે કે, તેમને વિધાયક દળના નેતા ચૂંટી લેવામાં આવ્યા છે. શપથ ગ્રહણમાં સામેલ થવા કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી