ગુજરાતના 20 જિલ્લામાં યેલો એલર્ટ

બે-ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની વકી

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મૂશળધાર વરસાદ વરસશે. IMDનું માનીએ તો, સાઈક્લોન સર્કુયલેશનના પગલે રાજકોટ, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે, તો વળી 20 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. વિતેલા 24 કલાકમાં 190 તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો છે. તેમાં પોરબંદર, અમદાવાદ, જૂનાગઢ, સાબરકાંઠામાં સૌથી વધારે વરસાદ થયો છે.

બીજી બાજુ આજ સવારથી જ અમદાવાદમાં પવન ફૂંકાવાનો શરૂ થયો છે. તમામ જિલ્લા વહીવટી તંત્રને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યાં છે. ‘ગુલાબ’ નામનું ચક્રવાતી વાવાઝોડું ઓડિશાના સાગરકાંઠે બે દિવસ પહેલાં ટકરાયા બાદ નબળું પડ્યું હતું. ચક્રવાતની અસર હેઠળ મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં બુધવાર અને ગુરુવારે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જયારે 30મી સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાશે અને દરિયાકિનારે ભારેથી અતિભારે વરસાદની શક્યતા સેવવામાં આવી છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, જામનગર, અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

દક્ષિણ ગુજરાતના કેટલાક શહેરો જેવા કે, સુરત, તાપી, ડાંગ, નવસારી અને નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, અમદાવાદ. જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ અને મોરબી, પોરબંદર તથા દેવભૂમિદ્વારકામાં ભારે વરસાદની આગાહી છે. કચ્છમાં પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.

 49 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી