ઉત્તરાખંડમાં મોનસૂનનું “યલો એલર્ટ” જાહેર કરાયું..

ભારતનાં ઉત્તર – પૂર્વનાં રાજ્યો તેમજ છેવાડાના પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદ અને પૂરની સ્થિતિથી હાહાકાર જોવા મળી રહ્યો છે. તો ભારે વરસાદની ઝપેટમાં ઉત્તરભારત સહિત સમગ્ર વિસ્તાર આવી ગયો હોવાનું નોંધવામા આવી રહ્યું છે. ઉત્તર પ્રદેશ, બિહાર, આસામ જેવા રાજ્યમાં પૂરે પ્રકોપ વહેર્યો છે. ત્યારે ઉત્તરાખંડમાં મોનસૂનનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આગામી 24 કલાકે ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. ઉત્તરકાશી, રૂદ્રપ્રયાગ, અલ્મોઢા, પિથોરાગઢ, બાગેશ્વરમાં ભારે વરસાદની શકયતા હોવાના કારણે નીચાણવાળાં વિસ્તારોને એલર્ટ કરી દોવામા આવ્યા છે. ગંગા નદીનાં જળસ્તરમાં ઝડપથી વધારો થઇ રહ્યો હોવાથી તંત્ર દ્વારા તમામ તકેદારીના પગલા ઉઠાવવામા આવી રહ્યા છે.

 45 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી