Yes Bankના શેરમાં શાનદાર 5 ટકાની તેજી….

શેરબજારમાં પાછી આવી રોનક.., સેન્સેક્સ 886 અંક ઉછળી બંધ

ઓમિક્રોનના ભય વચ્ચે ભારતીય શેરબજારમાં મંગળવારે જોવા મળેલા વધારાની સાથે યસ બેંકના શેરમાં પણ વધારો જોવા મળ્યો છે. શેર બપોરના કારોબારના સત્રમાં 5 ટકાથી વધારે ઉપર રહ્યો. જ્યારે BSE Sensex પર બેંકિંગ અને ફાયનાન્સ કંપનીના શેરમાં વધારો જોવા મળ્યો અને સાથે સેન્સેક્સ પર આઈસીઆઈસીઆઈના શેર ટોપ પરફોર્મર બનીને સામે આવ્યા.

સેન્સેક્સમાં 1000 અંકથી વધારેનો વધારો જોવા મળતા રોકાણકારો આનંદમાં જોવા મળ્યા. નિફ્ટીમાં પણ 300 અંકનો વધારો જોવા મળ્યો છે. બપોરના કારોબારમાં 5 ટકાથી વધારેનો વધારો જોવા મળ્યો છે. તો BSE Sensex પર બેંકિંગ અને ફાઈનાન્સ કંપનીના શેરમાં વધારો જોવા મળ્યો છે અને સેન્સેક્સ પર આઈસીઆઈસીઆઈનો શેર ટોપ પરફોર્મર રહ્યા છે.

યસ બેંકના શેરનો ભાવ મંગળવારે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર 5 ટકાથી વધારે વધીને 13.65 રૂપિયા સુધી પહોંચ્યો છે. સોમવારે બેંકના શેરનો ભાવ 12.60 રૂપિયા પર બંધ થયો હતો. બેંકના શેરમાં આ વધારો રોકાણકારોને માટે સારો સંકેત છે. સંકટમાં ઘેરાયેલી યસ બેંકને બગાર લાવવા માટે ભારતીય સ્ટેટ બેંકે બેંકમાં મોટું રોકાણ કર્યું છે.

મંગળવારે સેન્સેક્સે બાઉન્સ બેક કર્યું છે. બપોરના કારોબારના સત્રમાં તે 1000 અંકથી વધારે વધીને 57,754.58 અંક પર પહોંચ્યો હતો. નિફ્ટી પણ 278 અંકના વધારા સાથે 17190.95 અંક પર પહોંચ્યો છે.

સેન્સેક્સ પર બેંકિંગ અને ફાયનાન્સના શેરમાં વધારો જોવા મળ્યો છે. આ બેંકના શેર બજારમાં ટોપ પરફોર્મર રહ્યા છે. બપોરના સત્રમાં આ શેર 3.98 ટકા ચઢ્યો છે. એક્સિસ બેંક, ટાટા સ્ટીલ, કોટક મહિન્દ્રા, મારુતિ સુઝુકી, બજાજ ફાયનાન્સ, એસબીઆઈ, એચડીએફસીના શેર પણ ગ્રીન ઝોનમાં રહ્યા હતા.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી