યોગા કિતના યોગા હૈ..યોગા કિસને રોકા હૈ..21 જૂન આવે જ છે..!

આ વખતની થીમ- યોગા એટ હોમ, યોગા વીથ ફેમિલી….

શિલ્પા શેટ્ટી ઘરે યોગા કરે તો આપણે કેમ નહીં…! ગમ્યું..?

પ્રાણાયામ શિખો…શ્વસનતંત્ર નિયંત્રણમાં રહેશે..ત્રીજી લહેર તૈયાર જ છે..!

યોગાને આંતરરાષ્ટ્રીય ફલક પર લઇ જનાર છે વડાપ્રધાન મોદી..

હોટગર્લના યોગા જોતાં રહેજો અને પાછા પોતે પણ યોગા કરતા રહેજો..

(ખાસ અહેવાલ- દિનેશ રાજપૂત)

5 હજાર વર્ષ જુનો ઇતિહાસ છે યોગાનો. ગુજરાતીમાં યોગ કહીએ છીએ પણ હવે તે યોગા તરીકે પ્રચલિત થઇ ગયું છે. યોગાને આંતરરાષ્ટ્રીય ઓળખ આપવાનો શ્રેય વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ફાળે જાય છે. 27 સપ્ટે.2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સંઘ-યુનો-ની એક બેઠકને કરેલા સંબોધનમાં તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે યોગા દિવસ ઉજવવાની વાત મૂકી અને 177 દેશોએ તેને ટેકો આપીને જે દિવસે સૂર્યનો પ્રકાશ વધારે હોય છે તે 21 જૂનનો દિવસ ઇન્ટરનેશનલ યોગા ડે માટે પસંદ કરાયો અને 21 જૂન 2015ના રોજ પહેલો ઇન્ટરનેશનલ યોગા ડેની શાનદાર ઉજવણી થઇ. દિલ્હીમાં મોદીએ 36 હજાર લોકોની સાથે પહેલા આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણીમાં ભાગ લઇને પૂરવાર કર્યું કે ફીજીકલ ફીટનેસમાં તેમનો મંત્ર છે- હમ કિસીસે કમ નહીં…!

ફરીને દિવસો આવ્યાં સુખના….ફરીને આવ્યાં દિવસો યોગાના…21 જૂનના રોજ યોગા દિવસની ઉજવણીની થીમ છે-યોગા એટ હોમ, યોગા વીથ ફેમિલી. કારણ..? મણ…મણ..સંક્રમણ. માંડ માંડ સંક્રમણ ઘટી રહ્યું છે, કેસો ઘટી રહ્યાં છે ત્યારે એવા સમયે ઘરે જ 21મીએ યોગા કરવુ બહેતર છે. પોતે પણ યોગા કરીએ અને પરિવારના સભ્યોને પણ યોગા શિખવાડીએ…! કોઇ જાહેર કાર્યક્રમો યોજાવાની શક્યતા નહીંવત છે. વડાપ્રધાન સહિત મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ સરકારી નિવાસસ્થાને જ 21મીની સવારે યોગાસનો કરીને તેના ફોટા કે વિડિયો અપલોડ કરીને સંદેશો આપશે-આઇ એમ એન યોગામેન…તમે પણ યોગા કરો અને ફીટ…ફીટ રહો.

ગુજરાતમાં અને ભારતમાં આધુનિક સમયમાં યોગાને પ્રચલિત કરનારાઓમાં શ્રી શ્રી રવિશંકર, પતંજલિવાલે બાબા રામદેવનો મુખ્ય ફાળો કહી શકાય. વિદેશમાં અનેક યોગાગુરૂઓ યોગાના પેઇડ વર્ગો ચલાવે છે. પણ ભારતમાં તો યોગા વિનામૂલ્યે….શ્રીશ્રીએ આર્ટ ઓફ લિવિંગ દ્વારા યોગાસનો વહેતા કર્યા અને બાબા રામદેવે યોગાધોધ વહેવડાવ્યો…! અને પછી પતંજલિનો કારોબાર શરૂ કર્યો. આજે બાબાની પતંજલિ ટોપ પર છે. એલોપેથીને ભાંડીને બાબાએ જબરી પ્રસિધ્ધિ મેળવી છે. કીસી કે બાપ કી તાકાત નહીં જો બાબા કો પકડ શકે….એવો ડાયલોગ મારનાર બાબાની સામે ઇન્ડિયન મેડિકલ એસો. દ્વારા બંગાળ સહિત અન્ય રાજ્યોમાં પોલીસ ફરિયાદો નોંધાવાઇ છે. પણ હજુ સુધી બાબાને કોઇએ ટચ પણ કર્યો નથી. લાગે છે કે બાબાના શબ્દો સાચા પડશે- . કીસી કે બાપ કી તાકાત નહીં જો બાબા કો પકડ શકે….!!

બાબાની ધરપકડ થાય કે ના થાય. ગુજરાતી માનસિક્તા-મારે શું…?! આપણે તો યોગા દિવસ આવે છે એટલે યોગાની પ્રેકટીસની તૈયારી કરીએ. નેટમાં સર્ચ કરીએ કે કઇ કઇ નેત્રી અને અભિનેત્રીએ યોગાના ફોટા મૂક્યા છે…! શિલ્પા શેટ્ટી, મલાઇકા અરોરા, રાખી સાવંત, જેકલીન ફર્નાન્ડીઝ, સોનાક્ષીસિંહા અને યોગા કરતી વિદેશી બાનુઓના એ…ય ઢગલો ફોટા અને વિડિયો મળે તો દિલ બાગ બાગ…તનબદન મેં આગ…આગ…ભાગ…ભાગ.. ઔર ફિર મનવા કર લે ચાઇનીઝ યોગા યાગ…યાંગ…!!

મહામારીમાં એક બાબત બહાર આવી કે નિયમિત પ્રાણાયામ કરીએ તો સંક્રમણ વખતે શ્વાસ લેવામાં મુશ્કેલી ના પડે. બાબા રામદેવ અને અન્ય યોગામેમ દ્વારા પ્રાણાયામ, કપાલભાતિ, અનુલોમ-વિલોમ જેવા યોગાના વિડિયો જોઇને કોઇપણ ઘરે બેઠા બેઠા શીખીને રોજ સવારે 5-10 મિનિટ પ્રેકટીસ કરશે તો કમ સે કમ શ્વસનતંત્રમાં મુશ્કેલી નહીં પડે. ત્રીજી લહેરની શકયતા દર્શાવાઇ રહી છે. ગુજરાત સરકારે તો રોજના 30 હજાર કેસો આવશે એવી તૈયારી સાથે ઓક્સીજનની વ્યવસ્થા કરી છે. પણ જો પ્રાણાયમ શિખશો તો ઓક્સીજનના સહારે રહેવુ નહીં પડે અને જલ્દીથી સાજા થઇ જવાશે.

યોગાના સહારે કહેવાય છે કે, પ્રાચીન સમયમાં આપણાં ઋષિમુનીઓ ઉડી શકતા હતા. યોગ અને તપમાં અનેરી તાકાત છે. ભલે આપણે યોગી (યુપીના સીએમ યોગીની વાત નથી હોં) ના બની શકીએ પણ કોઇકને ઉપયોગી તો ચોક્કસ બની શકીએ. પરિવારના સભ્યોને યોગ શીખવા કહી શકીએ.., પોતે પ્રાણાયમ શીખીને ઉપયોગી બની શકીએ. ઓ….મ નું ઉચ્ચારણ ધ્યાન મુદ્રામાં મોટેથી કરીએ તો પણ યોગનો એક પ્રકાર જ છે.. પહેલુ સુખ તે જાતે નર્યા.. પહેલુ સુખ એ છે કે, આપણે નિરોગી રહીએ…તંદુરસ્ત રહીએ..હાથપગ વિંટળાઇ જાય એવા અઘરા યોગાસનો ભલે ના શીખીએ પણ શ્વસનતંત્ર બરાબર રહે તેવા સામાન્ય અને ઘરે જ રોજ સવારે 5-10 મિનિટ યોગાસનો તો શીખી જ લઇએ..જાન હૈ તો જહાન હૈ..

21મી પહેલાં 15મીથી હોટ…હોટ…યોગાસનો મનગમતા ટીવી ચેનલોમાં શરૂ થઇ ગયા હશે. બાબા રામદેવ મુખ્ય હશે. રાજકિય મહાનુભાવોના જુના યોગા દિવસના વિડિયો પણ જોવા મળી શકે. કોરોના કો હરાના હોગા…યોગા તો કરના હોગા…એવા સૂત્રો પણ સાંભળવા મળી શકે. 21મીએ હોટગર્લ કોઇ પહાડની ટોચ પર…કોઇ પાણીમાં…કોઇ બરફની વચ્ચે…યોગા કરી રહી હોય એવા દ્રશ્યો માટે અને ઘરે બેસીને પરિવાર સાથે યોગાદિનની ઉજવણી માટે, શોલેનો ડાયલોગ- વિરૂ મૈં તૈયાર હું…!! જો હોગા દેખા જાયેગા… અબ તો કર લે યોગા…!!

 50 ,  1