હાથરસ : ખુદ યોગી સરકારને UP પોલીસ પર નથી ભરોસો, CBI તપાસના આપ્યા આદેશ

CM યોગીનો આદેશ : હાથરસ દુષ્કર્મ કેસની તપાસ CBI કરશે  

હાથરસ ગેંગરેપ મામલે હવે CBI તપાસ કરશે. યોગી સરકારે CBI તપાસની ભલામણ કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આદેશ આપ્યો છે કે સમગ્ર ઘટનાની તપાસ CBI કરશે. આ પહેલા પીડિતાના પરિવારજનોએ પોલીસની કામગીરી તેમજ SIT પર ભરોસો ન હોવાનો દાવો કર્યો હતો.

હાથરસ મામલે યોગી સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. શુક્રવારના મોડી સાંજે સરકારે હાથરસ કેસમાં લાપરવાહી કરવાના કારણે એસપી વિક્રાંત વીર, સીઓ અને ઇન્સપેક્ટરને તાત્કાલિક પ્રભાવે સસ્પેન્ડ કર્યા છે. આ ઉપરાંત કેટલાક અન્ય પોલીસ અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કેસની શરૂઆતથી પોલીસ અને તંત્રની લાપરવાહી સામે આવી છે. 

આ સાથે પીડિત પરિવાર, આરોપીઓ તેમજ પોલીસ ટીમનો પણ પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. એસઆઈટીનો પ્રથમ અહેવાલ મળ્યા બાદ સરકારે આ આદેશ આપ્યો છે. મોડી સાંજે સરકારે જારી કરેલી પ્રેસ નોટ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આ પહેલીવાર બનશે કે જ્યારે કોઈ કેસની તપાસ કરી રહેલી પોલીસ ટીમને પણ પોલિગ્રાફ અને નાર્કો ટેસ્ટ કરવામાં આવશે.

જોકે હવે આ મામલે સીએમ યોગીના આદેશ બાદ CBI ની તપાસ કરશે. CM યોગીએ જણાવ્યું હતું કે બેટીને ઇન્સાફ મળશે અને દોષીઓને કડકમાં કડક સજા થશે.

હાથરસ ગેંગરેપ કેસમાં હોબાળા વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હાથરસ પહોંચ્યા હતા. તેઓએ બંધ રૂમમાં પીડિત પરીવાર સાથે લગભગ 50 મિનિટ સુધી વાતચીત કરી હતી. આ મુલાકાત પછી રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમે આ પરીવાર સાથે છીએ. ઉત્તર પ્રદેશ સરકાર આ પરીવારને સુરક્ષા આપવામાં નિષ્ફળ ગઈ છે. આ સરકારની જવાબદારી હતી. પ્રિયંકાએ કહ્યું હતું કે જ્યાં સુધી પરીવારને ન્યાય નહીં મળે, ત્યાં સુધી અમને ન તો તેઓ (ઉત્તર પ્રદેશ સરકાર) રોકી શકશે અને ન તો અમે બેઠાં રહીશું.

પીડિત પરીવાર સાથે રાહુલ-પ્રિયંકાએ કરી મુલાકાત

 77 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર