September 19, 2021
September 19, 2021

આઝમ ખાનની જૌહર યુનિવર્સિટી પર યોગી સરકારનો કબ્જો

 પ્રશાસને પાછી લીધી યુનિવર્સિટીની 70 હેક્ટર જમીન

સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા અને યુપી સરકારમાં મંત્રી રહી ચુકેલા આઝમ ખાન દ્વારા બનાવવામાં આવેલી જૌહર યુનિવર્સિટીની જમીન પર હવે યુપી સરકારનો કબજો થઈ ગયો છે. યુપી સરકાર દ્વારા યુનિવર્સિટીની 70 હેક્ટર જમીન પાછી લેવાની પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવી છે. અલાહાબાદ હાઈકોર્ટમાં યુપી સરકારની એક્શન વિરૂદ્ધની અરજી રદ થઈ ત્યાર બાદ આ શક્ય બન્યું છે. 

તહસીલદાર પ્રમોદ કુમારના કહેવા પ્રમાણે હાઈકોર્ટે જમીન પાછી લેવાની પ્રક્રિયા સાથે સંકળાયેલી અરજી રદ કરી દીધી હોવાથી હવે તેઓ જમીન પર કબજો મેળવી રહ્યા છે. 

સમાજવાદી પાર્ટીની સરકાર દરમિયાન આઝમ ખાને રામપુરના સ્વાતંત્ર્ય સેનાની મૌલાના મોહમ્મદ અલી જૌહરના નામ પર મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટીનું નિર્માણ કર્યું હતું. પરંતુ સત્તા પરિવર્તન સાથે જ તેમના આ સપનાને નજર લાગી ગઈ હતી અને પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા બાદ આઝમ ખાન વિરૂદ્ધ 100 કરતા વધારે કેસ નોંધાયા હતા. 

 53 ,  1