નાની બાળકી રિદ્ધિ યોગીરાજ જોશીનું મોટું અભિયાન- “બેટી બચાવો બેટી પઢાવો”

સરકારના “બેટી બચાવો બેટી પઢાવો”, કાર્યક્રમ આમ તો સરેઆમ નિષ્ફળ જ દેખાઈ રહ્યો છે. હાલમાં જ યુપીમાં બનેલી માસુમ દીકરીની નિર્મમ હત્યાએ સરકારના સૂત્ર-બેટીબચાવો, બેટી પઢાવોના જાહેરમાં લીરે લીરા ઉડાવી દીધા છે. આવી જ ઘટના સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના ઢુંઢર ગામમાં ઓક્ટોબર 2018માં બની હતી પર પ્રાંતીય દ્વારા 14 મહિનાની માસુમ બાળકી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો.

છતાય સરકારના સુત્રને જીવત રાખવાના પ્રયાસ રૂપે સંસ્કૃતિક કાર્યક્રમ વિભાગ ગાંધીનગર દ્વારા અવાર નવાર સંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. એવા જ એક કાર્યકર્મ અંતર્ગત સંસ્કૃતિક વિભાગ દ્વારા “નાટકનું આયોજન કરવામાં આવ્યું છે. હિંમતનગર સ્થિત સાગર એકેડેમી દ્વારા ” મારી દીકરી લાડકવાયી’ નાટક જુદી જુદી રીતે ભજવીને હજુયે દીકરીને વધાવવાની કવાયત ચાલી રહી છે.

છેલ્લા બે વર્ષથી આ નાટકના વિજાપુર હિંમતનગર અને ચાણસ્મા સુંધીમાં 70 જેટલા શો થઇ ચુક્યા છે અને લોકો દ્વારા તેને બોહળો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. આ નાટકમાં નાની બાળકીનું પાત્ર રિદ્ધિ યોગીરાજ જોશી દ્વારા ભજવવામાં આવી રહ્યું છે.

જે હિંમતનગર ખાતે ધોરણ 7મા અભ્યાસ કરે છે. મેડીકલ વ્યવસાય સાથે સંકળાયેલા પિતાની આ પુત્રી નાની વયથી જ બેટી બચાવોના અભિયાનમાં જોડાઈ છે. પરંતુ સરકાર દ્વારા દીકરીઓને પુરતું રક્ષણ મળી રહે તેવી કોઈ કાયમી વ્યવસ્થા કરવામાં આવશે કે કેમ..?

 27 ,  1