September 23, 2020
September 23, 2020

યોશિહિદે સુગા બન્યા જાપાનનાં નવા વડાપ્રધાન, PM મોદીએ પાઠવી શુભકામના

PM મોદીએ જાપાનના નવા વડા પ્રધાન યોશિહિદે સુગાને અભિનંદન પાઠવ્યા

જાપાનના વડાપ્રધાન શિંઝો આબે અને તેની કેબિનેટે રાજીનામું આપી દીધું છે. યોશિહિદે સુગા જાપાનના નવા વડા પ્રધાન બન્યા છે, જે લાંબા સમય સુધી શિંઝો આબેના સહયોગી રહેલાં છે. અત્યાર સુધી તે ચીફ કેબિનેટ સેક્રેટરીનું પદ સંભાળી રહ્યા હતા. 

PM મોદીએ યોશિહિદે સુગાને જાપાનના નવા વડા પ્રધાન તરીકે ચૂંટાવા પર અભિનંદન પાઠવ્યા હતા. PMએ ટ્વીટ કરીને કહ્યુકે, નવા પ્રધાનમંત્રી નિયુક્ત થવા પર હાર્દિક શુભકામના પાઠવી છે. પીએમ મોદીએ કહ્યું કે તેમને આશા છે કે બંને દેશો તેમના વિશેષ વ્યૂહાત્મક સંબંધો અને વૈશ્વિક ભાગીદારીને નવી ઉંચાઈ પર લઈ જશે. ચૂંટણી પૂર્વે સુગાએ ઘોષણા કરી દીધી છે કે તેઓ શિંઝો આબે સરકારની ઘણી નીતિઓ ચાલુ રાખશે. જાપાનમાં શિન્ઝોની આર્થિક નીતિઓને ‘આબેનોમિક્સ’ કહેવામાં આવે છે.

સુગા પર શિંઝો આબેના અધૂરા કામોને પૂરા કરવાની જવાબદારી હશે. ખાસ કરીને આંતરિક અર્થવ્યવસ્થા અને વિદેશનીતિને લઈ.  શિંજો આબે વિદેશનીતિના મામલામાં અત્યાર સુધીના સૌથી પ્રભાવી પીએમ સાબિત થયા છે.

શિંજો આબે જાપાનમાં સૌથી લાંબો સમય વડા પ્રધાન પદ પર રહેનારા નેતા છે. 2012માં તેઓ સૌથી પહેલાં વડા પ્રધાન બન્યા હતા. તેમણે બીમારીને કારણે રાજીનામું આપી દીધું. તેમને કિશોરાવસ્થાથી આંતરાડા સંબંધી બીમારી છે. જેની સારવાર ચાલી રહી છે. તેમનો કાર્યકાળ સપ્ટેમ્બર 2021માં પૂર્ણ થવાનો હતો.

કોરોના વાઇરસની મહામારીમાં કામગીરી મામલે વડા પ્રધાન શિંજો આબેની ટીકા થઈ રહી હતી. તે સિવાય તેમના પક્ષના સભ્યો પર લાગેલા સ્કૅન્ડલના આરોપોને કારણે પણ તેમના પર સતત આરોપો થતા હતા.

યોશિહિદ સુગા લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા છે. સંસદના નીચલા ગૃહમાં 462 લોકોએ વડા પ્રધાન પદના નેતાની પસંદગી માટે મત આપ્યો. તેમાંથી 314 મતો સુગાએ જીત્યા હતા. આ પહેલા સોમવારે તેમની પાર્ટીમાં સુગાનો વિજય થયો હતો. વડા પ્રધાન પદની રેસમાં તેમણે તેમના પક્ષના બે હરીફોને પરાજિત કર્યા હતા.

 65 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર