September 26, 2020
September 26, 2020

જાપાનના વડા પ્રધાન બનશે યોશિહિદે સુગા, શાસક પક્ષના વડા તરીકે ચૂંટાઈ આવ્યા

ખરાબ સ્વાસ્થ્યના કારણે જાપાનના PM શિંજો આબેએ છોડ્યું હતું પોતાનું પદ

જાપાનના મુખ્ય કેબિનેટ સેક્રેટરી યોશીહિદે સુગા દેશના મુખ્ય શાસક પક્ષ લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના નવા નેતા પદે ચૂંટાઇ આવ્યા છે. તેઓ હવે દેશના વડા પ્રધાન બનશે તે નિશ્ચીત છે. બુધવારે સંસદમાં નેતાની પસંદગી માટે થનારા મતદાનમાં પણ સુગા બાજી મારી લેશે તેવી પુરી સંભાવના છે.

ગયા મહિને શિન્જો આબેએ આરોગ્યના કારણસર જાપાનના વડા પ્રધાનપદેથી રાજીનામુ આપ્યું હતું. 71 વર્ષના ખેડૂત પુત્ર યોશીહિદે સુગા હવે શિન્જો આબેના અનુગામી બની રહેશે તે નિશ્ચિત છે. સુગા યોશીહિદે પોતે શિન્જો આબેના સમર્થક રહ્યા છે.

તેઓ આબેની નીતિઓનું જ અનુસરણ કરતા રહેશે તેવી આશા સેવાઇ રહી છે. પ્રધાનમંત્રી પદ માટે પસંદગી પામ્યા પછી સુગા, સરકારની વર્તમાન મુદત પુરી થવા સુધી પ્રધાનમંત્રી પદ સંભાળતા રહેશે. જાપાનમાં સપ્ટેમ્બર 2021માં ચૂંટણી યોજાવાની છે.

જાપાનના વડા પ્રધાન શિંજો આબેએ સ્વાસ્થ્ય કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. 65 વર્ષના શિંજો આબે ઘણા સમયથી બીમાર હતા પરંતુ તેમનું કહેવું છે કે તેમની સ્વાસ્થ્ય હાલના સમયમાં વધારે ખરાબ થયું છે. તેઓ જાપાનમાં સૌથી લાંબો સમય વડા પ્રધાન પદ પર રહેનારા નેતા છે. 2012માં તેઓ સૌથી પહેલાં વડા પ્રધાન બન્યા હતા.

વર્ષ 2007માં પણ તેમણે વડા પ્રધાનના શરૂઆતના કાર્યકાળ દરમિયાન બીમારીને કારણે રાજીનામું આપી દીધું. તેમને કિશોરાવસ્થાથી આંતરાડા સંબંધી બીમારી છે. જેની સારવાર ચાલી રહી છે. તેમનો કાર્યકાળ સપ્ટેમ્બર 2021માં પૂર્ણ થવાનો હતો.

કોરોના વાઇરસની મહામારીમાં કામગીરી મામલે વડા પ્રધાન શિંજો આબેની ટીકા થઈ રહી હતી. તે સિવાય તેમના પક્ષના સભ્યો પર લાગેલા સ્કૅન્ડલના આરોપોને કારણે પણ તેમના પર સતત આરોપો થતા હતા.

કોરોના વાઇરસ મહામારીને કારણે જાપાનની અર્થવ્યવસ્થા ઐતિહાસિક રીતે સૌથી નીચલા સ્તર પર છે. વડા પ્રધાન એબેએ વચન આપ્યું હતું કે તેઓ અર્થવ્યવસ્થાને ફરીથી પાટા પર લાવશે.

 58 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર