ATM પર નિયંત્રણ લાદવાની વિચારણા…

એટીએમમાંથી વિડ્રોઅલની વચ્ચે 6-12 કલાકનો ગાળો રાખવામાં આવે તેવો નિયમ બનાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, 18 બેન્કોના પ્રતિનિધિઓની ગત સપ્તાહે થયેલી બેઠકમાં આ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી.

દિલ્હીની રાજ્ય સ્તરીય બેન્કર્સ કમિટીએ છેતરપિંડીના મામલાને રોકવા માટે આ સૂચન કર્યું હતું. કમિટીનું કહેવું છે કે ફ્રોડના મોટાભાગના કેસ મધ્યરાત્રિથી લઈને સવારની વચ્ચે થાય છે. એક નક્કી સમય દરમિયાન લેવડ-દેવડ પર પ્રતિબંધ લગાવવાથી છેતરપિંડીને ઓછી કરી શકાય છે.

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી