રાજ્યસભામાં મોદીએ કહ્યું- ચમકી તાવ સરકારની સૌથી મોટી નિષ્ફળતા

લોકસભાની ચૂંટણીનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ કોંગ્રેસને આડેહાથે લેતાં કહ્યું કે, વિપક્ષને EVM પર ઠિકરું ફોડવાની બીમારી લાગી છે. પીએમ મોદીએ કહ્યું કે, હાર થયા બાદ માણસે ભૂલ સ્વીકારવી જોઈએ. પણ કેટલાક લોકો હારની જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. પરંતુ હારનું ઠીકરું EVM પર ફોડવા તૈયાર થાય છે. શું વાયનાડ અને રાયબરેલીમાં હિન્દુસ્તાન હારી ગયું હતું? કોંગ્રેસ હારી તો શું દેશ હારી ગયો? અહંકારની હદ હોય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં ચોરીની શંકામાં યુવકની મોબ લિંચિંગ અને બિહારમાં ચમકી તાવથી બાળકોના મોત અંગે પહેલી વખત નિવેદન આપ્યું છે. મોદીએ બુધવારે રાજ્યસભામાં કહ્યું કે, ઝારખંડમાં યુવકની હત્યાનું સૌને દુઃખ છે. ગૃહમાં કહેવામાં આવ્યું કે, ઝારખંડ મોબ લિંચિંગનો અડ્ડો બની ગયો છે. જે યોગ્ય નથી.

સાથે જ ચમકી તાવ અંગે મોદીએ કહ્યું કે, આ 7 દશકાઓની સરકારની સૌથી મોટી નિષ્ફળતાઓમાંની એક છે. દુઃખની વાત તો એ છે કે આધુનિક યુગમાં પણ આવું થઈ રહ્યું છે. હું બિહાર સરકાર સાથે સંપર્કમાં છું.

પીએમ મોદીએ કહ્યું કે, કહેવામાં આવી રહ્યું છે કે, દેશનો ખેડૂત વેચાઈ ગયો છે. બે-બે હજારની યોજનાના કારણે ખેડૂતોના વોટ ખરીદાયા છે. અમારા દેશનો ખેડૂત વેચાયેલો નથી. અમારો ખેડૂત એ છે જે અમારા માટે અન્ન ઉત્પન્ન કરે છે.

આ અમારા માટે શરમ અને દુખની વાત છે, અને આપણે બધાને ગંભીરતાથી લેવું જોઈએ. સંકટની બહાર નીકાળવા માટે બિહારના મુખ્યમંત્રીના સંપર્કમાં છું અને અમારા સ્વાસ્થ્ય મંત્રી તેના પર ધ્યાન આપી રહ્યા છે.

 53 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી