એમઝોન હવે વિમાનની ટિકિટ અને ફૂડ ઓર્ડર પણ લેશે

જાણીતી ઓનલાઈન ઈ-કોમર્સ કંપની એમઝોન ઇન્ડિયા દ્વારા ટૂંક સમયમાં વિમાનની ટિકિટ અને ફૂડ ઓર્ડર બુક કરાવી શકશો.

વિવિધ ચીજવસ્તુઓ ઓનલાઈન વેચનાર એમઝોનના ભારત ચેપ્ટર દ્વારા હવે વેપારને આગળ વધારવા વિમાનની ટિકીટો વેચવાનો અને ફૂડ ઓર્ડર લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી તેના એપમાં વધુ વહેવારો થઇ શકે.

સિએટલ સ્થિત જાણીતી એમઝોન કંપનીએ ક્લિયર ટ્રીપ ટ્રાવેલ પોર્ટલની સાથે જોડાણ કર્યું છે. અને તેના દ્વારા વિમાનની ટિકિટ, ફૂડ ઓર્ડર, ટેક્સી ભાડે કરવી અને હોટેલ બુકિંગ પણ હાથ ધરશે.

 106 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી