Instagram પર પોસ્ટ કરવા માટે હવે ફોનની જરૂર નહીં પડે

Instagramમાં આવ્યું નવું અપડેટ

વેબ માટે ઇન્સ્ટાગ્રામને મુખ્ય અપડેટ્સ કર્યા છે જે યુઝર્સોને તેમના ડેસ્કટોપ વેબ બ્રાઉઝરથી સ્ટોરી પોસ્ટ કરી શકશે. આ પહેલા, ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માત્ર ડેસ્કટોપ પર જ સ્ટોરી જોઈ શકતા હતા અને ફક્ત તેમના મોબાઇલ એપ્લિકેશન્સમાંથી સ્ટોરી પોસ્ટ કરી શકતા હતા. જો કે, હવે ફેસબુકની માલિકીની કંપનીએ યુઝર્સોઓ માટે ડેસ્કટોપ વેબ બ્રાઉઝર માટે પણ તેમના એકાઉન્ટ્સનું સંચાલન કરવાનું સરળ બનાવ્યું છે.

કંપનીએ મંગળવારે આ જાહેરાત કરી હતી. યુઝર્સ લાંબા સમયથી આ સુવિધાની માંગ કરી રહ્યા હતા. આ વર્ષે જુલાઈમાં ફેસબુકના પ્રવક્તાએ પુષ્ટિ કરી કે તેઓ આ ફીચર્સનું ટેસ્ટ કરી રહ્યા છે.

ડેસ્કટોપ વેબ ફીડ ક્રિએશનને ગ્લોબલી 21 ઓક્ટોબરથી લોન્ચ કરવામાં આવશે. અગાઉ Instagramના ડેસ્કટોપ વર્ઝન યુઝર્સને ફીડ સ્ક્રોલ કરવાની સુવિધા આપતો હતો. આ સિવાય તે DMને ચેક કરીને જવાબ આપી શકાતો હતો.

ડેસ્કટોપ ફીડ ક્રિએશન ઉપરાંત Instagram અન્ય ઘણા ફીચર્સ એપ્લિકેશન પર લાવી રહ્યું છે. Instagram કોલેબ્રેશન ફીચરને વધારી રહ્યો છે. તેનાથી ક્રિએટર લાઇવ કન્ટેન્ટને ટેસ્ટ અને પ્રેક્ટિસ કરી શકે છે. આ ઉપરાંત એક નવી ફંડ રેઇઝર પ્રોમ્પ્ટ પણ જારી કરવામાં આવી રહી છે.

ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં નવા ફીચર્સ ઉમેરવામાં આવી રહ્યા છે. હવે યુઝર્સ પાસે રીલ્સમાં લિરિક્સનો પણ ઓપ્શન હશે.

ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં વધુ ફીચર્સ ઉમેરવામાં આવશે. તેનાથી યુઝર્સ તેમની રીલ્સમાં ડાયનેમિક લિરિક્સ, સ્પેશિયલ ઇફેક્ટ્સ અને 3D ફોન્ટ એડ કરી શકશે. તે ઘણી હદ સુધી ટિકટોક જેવું હશે. ઘણા યુઝર્સ ડેસ્કટોપ ફીચરની રાહ જોઈ રહ્યા હતા. હવે આ ફીચર સાથે પોસ્ટ ક્રિએટ કરવાનું વધુ સરળ બની જશે.

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી