યોગી સરકારએ દારૂમાંથી કરી અધધ… કમાણી, આંકડો જાણીને તમે ચોંકી જશો

છેલ્લા 4 વર્ષમાં દારૂથી મળતી રેવન્યુમાં 74 ટકાનો ઉછાળો

ઉત્તર પ્રદેશની યોગી સરકારને દારૂના વેચાણમાંથી જોરદાર કમાણી થઈ રહી છે. 2020-21ના નાણાકીય વર્ષ દરમિયાન યોગી સરકારને દારૂના વેચાણથી મળતી રેવન્યુમાં 74 ટકાનો ઉછાળો નોંધાયો છે. રાજ્યની કુલ રેવન્યુનો આશરે 10 ટકા હિસ્સો દારૂના વેચાણમાંથી મળતી રેવન્યુનો છે. એક આરટીઆઈ દ્વારા આ જાણકારી સામે આવી છે. યુપી સરકારની આ કમાણી એટલા માટે પણ ચોંકાવનારી છે કે ગયા સંપૂર્ણ નાણાકીય વર્ષ દરમિયાન દેશ કોરોના સંકટ સામે ઝઝુમી રહ્યો હતો.

2020-21ના નાણાકીય વર્ષ દરમ્યાન ઉત્તર પ્રદેશ સરકારે દારૂની દુકાન માટેના લાઈસન્સ ચાર્જ અને આબકારી ટેક્સમાંથી કુલ 30,061 કરોડ રૂપિયાની રેવન્યુ મેળવી હતી. યુપીમાં છેલ્લા 4 વર્ષમાં દારૂથી મળતી રેવન્યુમાં 74 ટકાનો ઉછાળો નોંધાયો છે. માત્ર છેલ્લા 4 વર્ષમાં જ રાજ્યમાં દારૂમાંથી મળતો રેવન્યુ 17,320 કરોડ રૂપિયાથી વધીને 30,061 કરોડ રૂપિયા થઈ ગયો છે. મતલબ કે દારૂની પ્રત્યેક દુકાનથી રાજ્ય સરકારને વાર્ષિક 1.10 કરોડ રૂપિયાની રેવન્યુ મળી રહી છે.

ઉત્તરપ્રદેશના એક્સાઈઝ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે યોગી સરકારના 4 વર્ષ દરમિયાન નાણાકીય વર્ષ 2017-18થી 2020-21 દરમિયાન દારૂની નવી 2,076 દુકાનોને લાઈસન્સ આપવામાં આવ્યું છે. આ લાઈસન્સ 4 અલગ અલગ પ્રકારની છૂટક દુકાનોને આપવામાં આવે છે જેમાં દેશી દારૂ, વિદેશી દારૂ, બિયર શોપ અને મોડલ શોપનો સમાવેશ થાય છે.

 53 ,  1