બોલિવૂડમાં બોબી દેઓલ માટે વિલન બની આ અભિનેત્રી, નામ જાણીને ચોંકી જશો….

વેબસીરીઝ આશ્રમ પછી બોબીની કારકિર્દીમાં નવો વળાંક આવ્યો….

બોલિવૂડ઼માં કેટલાક કલાકારો વધારે સફળતા પ્રાપ્ત કરીને પણ વધારે આગળ વધી શકતા નથી જેમાં એક નામ બોબી દેઓલ છે. કારણ તે અમુક સમયે પોતાની ફિલ્મો ઉપરાંત અમુક એવી બાબતોના વિવાદમાં આવતા હોય છે જે તેમનું જીવન બરબાદ કરી નાખે છે.માટે એવું કહી શકાય છે છે કે અપાર સફળતા મળી પણ પાછળથી તે સ્ટાર ક્યાંક ખોવાઈ જાય છે. નોંધનીય છે કે, વર્ષ 2007 માં સુપરહિટ ફિલ્મ જબ વી મેટનાં ડાયરેક્ટર ઇમ્તિયાઝ અલીની પહેલી પસંદ શાહિદ નહીં પણ બોબી દેઓલ હતી. કેટલાક સહ-સ્ટારએ બોબી દેઓલની કારકિર્દી બગાડી હતી.

આટલું જ નહિ પરંતુ એવું કહેવામાં આવે છે કે કરીનાના કહેવા પર શાહિદને આ ફિલ્મમાં સ્થાન મળ્યું હતું.તમને જણાવી દઈએ કે બોબી દેઓલે પોતાના એક ઇન્ટરવ્યુમાં આ દરેક બાબતો જણાવી હતી.બોબીએ એવું પણ જણાવ્યું હતું કે જયારે ઈમ્તિયાઝની ફિલ્મ સોચા ના થા જોઈ ત્યારે તે તેના ચાહક બન્યા હતા.જયારે એક સમયે તેમની ફિલ્મ કરવાની પણ ઇચ્છા વ્યક્ત કરી હતી.

ઇમ્તિયાઝ આ ફિલ્મની સ્ક્રિપ્ટ બોબી પાસે લઈ ગયા હતા.પરંતુ આખરે 6 મહિના પછી બોબીને કોઈ બીજા તરફથી એવા સમાચાર સામે આવ્યા કે ફિલ્મ જબ વી મેટના નામે બનવાની શરૂઆત થઈ છે.આવી સ્થિતિમાં તે પણ પહેલા તો ચોંકી ગયો હતો.જયારે તેણે ઇમ્તિયાઝનો સંપર્ક પણ કર્યો હતો.

જયારે ઇમ્તિયાઝ અલીએ એવું જણાવ્યું હતું કે શાહિદને ફિલ્મની અભિનેત્રી કરીના કપૂરના કહેવા પર કાસ્ટ કરવામાં આવ્યો છે. આ ફિલ્મને લઈને બોબી દેઓલ આજે પણ પસ્તાવો કરી રહ્યા છે.જો આ ફિલ્મ તેમને મળી હોત તો તેમની એક નવી ઓળખ તે સમયે મળી ગઈ હોત.કારણ કે જબ વી મેટ ફિલ્મ તે સમયે બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.

બોબી અને કરીનાએ અજનાબી અને દોસ્તી જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. અજનાબી ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી,જયારે તેની સામે દોસ્તી વધારે સફળ રહી ન હતી. સામાન્ય રીતે જોવામાં આવે તો એક સમયે સતત સફળતા પ્રાપ્ત કાર્ય તેમને વધારે ફિલ્મો મળવાનું બંધ થઇ ગયું હતું.આટલું જ નહિ પરંતુ એવું લાગતું હતું કે તેમની ફિલ્મી દુનિયાની સફરનો અંત આવી રહ્યો છે.

પરંતુ ઘણા વર્ષો પછી ફરી એકવાર બોબી દેઓલની કારકિર્દીમાં થોડો વળાંક જોવા મળ્યો હતો,તે આખરે ફિલ્મ રેસ 3 માં જોવા મળ્યા હતા.અને આ ફિલ્મમાં કરેલા કામને લોકોએ પણ વધારે પસંદ કર્યું હટ.એવું કહેવામાં આવે છે કે ફિલ્મના ટ્રેલરમાં બોબી અને સલમાનની લાશ એક સાથે બતાવવામાં આવી હતી,જેમાં તે સલમાન સાથે સ્પર્ધા આપતો જોવા મળ્યો હતો.

એવું પણ કહેવામાં આવે છે કે બોબીની કારકિર્દીને આગળ વધારવાની જવાબદારી સલમાને લીધી હતી.આ પછી તો ફિલ્મ પણ ઘણી હીટ સાબિત થઇ અને બોલિવૂડના સમાચારોમાં ફરી એકવાર બોબી હેડલાઇન્સમાં જોવા મળ્યો હતો.આ પછી તેમની નવી એક ઓળખ ઉભી થવા લાગી હતી.જયારે હાલમાં તો વેબસીરીઝ આશ્રમથી તો અનેક ઘણી સફળતા પ્રાપ્ત કરી ચુક્યા છે. લોકોના જુબાન પર ફરી એકવાર બોબીનું નામ આવી ગયું છે.

 53 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી