પાકિસ્તામાં એક કપ ચાની કિંમત જાણીને ચૌંકી જશો…

ભારતથી પંગો લેવો પડ્યો ભારે…

ભારતનો કટ્ટર વિરોધી અને પાડોશી દેશ પાકિસ્તાનમાં કમરતોડ મોંઘવારીને પગલે લોકોને જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. છેલ્લા એક વર્ષમાં પાકિસ્તાનમાં ઘણી બધી મોંઘવારી વધી મુકી છે માત્ર શહેરોમાં જ નહીં પરંતુ પાકિસ્તાનના ગામડાઓમાં પણ રોજબરોજની વસ્તુઓમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે પાકિસ્તાનના લોકો માટે ચાનો સ્વાદ ઝાંખો પડી ગયો છે. જો પાકિસ્તાન ઇચ્છતું હોત તો તેને ભારતમાંથી સસ્તા ભાવે ખાંડ મળી હોત પરંતુ તેણે આ વર્ષે તેને ભારતમાંથી આયાત કરવાનો ઇનકાર કર્યો હતો.

પાકિસ્તાનના ભૂતપૂર્વ સુપરસ્ટાર બોલર શોએબ અખ્તરના શહેર રાવલપિંડીમાં ચાએ લોકોનો સ્વાદ બગાડ્યો છે. અહીં એક કપ ચાની કિંમત 40 રૂપિયા રહી છે. પાકિસ્તાની અખબાર સાથેની વાતચીતમાં એક ચાઇવાલાએ કહ્યું કે પહેલા એક કપ ચાની કિંમત 30 રૂપિયા હતી, જે હવે વધીને 40 રૂપિયા થઇ ગઇ છે. તાજેતરમાં ફરી એક વખત ચાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ચાના પાંદડા, ચાની થેલીઓ, દૂધ, ખાંડ અને ગેસના ભાવમાં થયેલા વધારાને કારણે ચાના ભાવમાં છેલ્લા કેટલાક વર્ષોમાં 35 ટકાનો વધારો જોવા મળ્યો છે.

નોંધનીય છે કે ચાના ભાવમાં વધારાથી નાના ચાની દુકાનના વ્યવસાયને સૌથી વધુ નકારાત્મક અસર થઈ છે કારણ કે ઘણા નિયમિત ગ્રાહકોએ ચાના ભાવમાં વધારાને કારણે ચાર કે ત્રણ કપને બદલે ત્રણ કે બે કપ પીવાનું શરૂ કર્યું છે.તો વળી કેટલાક લોકો એવા છે જે મોંઘવારીને કારણે ચાને સંપૂર્ણપણે છોડી દેવાનું વિચારી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે પાકિસ્તાન સરકારના આગ્રહને કારણે આ દેશની જનતા ઘણી તકલીફ ભોગવી રહી છે થોડા સમય પહેલા ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ પાકિસ્તાન દ્વારા આયાત કરવામાં આવેલી 28,760 મેટ્રિક ટન ખાંડનું કન્સાઈમેન્ટ પાકિસ્તાન પહોંચી ગયું છે. આ ખાંડ માટે પાકિસ્તાને લગભગ 110 રૂપિયા પ્રતિ કિલો ચૂકવ્યું છે. તે જ સમયે, ગયા વર્ષે જ્યારે ટીસીપીએ એક લાખ ટન ખાંડની આયાત કરી હતી, ત્યારે કિંમત 90 રૂપિયા પ્રતિ કિલો હતી. ભારતીય અધિકારીઓના મતે, જો પાકિસ્તાન ઇચ્છે તો તેને ભારતથી ઘણી ઓછી કિંમતે ખાંડ મળી શકે છે.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી