રાજકોટ: યુવક-યુવતીની ગળેફાંસો ખાધેલી લાશ મળી

રાજકોટ શહેરના ગોંડલ તાલુકામાં અજાણ્યા યુવક-યુવતિની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. યુવક-યુવતીનો મૃતદેહ સ્થાનિકોએ જોતા પોલીસને જાણ કરી હતી. ગોંડલ શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને આ યુવક-યુવતી કોણ છે તેની માહિતીમેળવવાની કોશિશ કરી હતી. પરંતુ હજી સુધી કોઇ માહિતી મળી નથી.

પરંતુ પ્રાથમિક દૃષ્ટીએ પ્રેમીઓએ આત્મહત્યા કરી હોવાની આશંકા છે. જોકે, યુવક- યુવતીએ આત્મહત્યા કરી હતી કે હત્યા થઈ હતી તે પોલીસ તપાસ બાદ જ જાણી શકાશે. ઝાડ પર ગળેફાંસો ખાધેલા યુવક-યુવતીની વાત વાયુવેગે પ્રસરી જતા લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા. યુવક-યુવતીને ઝાડ પરથી ઉતારી અને એમ્બુલન્સમાં લઈ જવાની તજવીજ હાથધરાઈ હતી. બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી