રાજકોટમાં સામાન્ય અકસ્માત બાદ યુવક પર છરી વડે હુમલો, ઘટના CCTVમાં કેદ

ભર બજારમાં યુવકને છરીના ઘા ઝીંક્યા, ગંભીર ઈજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ

રાજકોટના ગોંડલ રોડ પર આજે વહેલી સવારે વાહન અથડાવવા જેવી બાબતે ધોળા દિવસે ખૂની ખેલ ખેલાયો હતો. વાહન અથડાતાં એક યુવકને ભરબજારમાં છરીના ઘા ઝીંકવામાં આવ્યાં હતાં. ઘટનાને લઈને આસપાસના લોકોમાં પણ ભાગદોડ મચી ગઈ હતી. જો કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

બનાવની વિગત એવી છે કે રાજકોટમાં 27મી જાન્યુઆરીએ વાહનની ટક્કરની ઘટના ઘટી હતી. ઘટના શહેરના હાર્દ સમા ગોંડલ રોડની હતી જ્યાં મોટરસાયકલ ચાલકનો અક્સ્માત થયો હતો. જોકે, આ અકસ્માતમાં એક ચાલક પર છરી પડે હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના પરથી પડદો ત્યારે ઉંચકાયો જ્યારે નજીકની દુકાનમાં લાગેલા સીસીટીવી વીડિયો સામે આવ્યા હતા. નાનકડા રોડ અકસ્માતમાં ઇજા ન થઈ તેનાથી વધુ ઇજા યુવકને આ હુમલામાં થઈ હોવાના અહેવાલો છે.

ઘટના સીસીટીવીમાં કેદ થતાં પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી છે. જ્યારે આ ઘટનામાં યુવકને ગંભીર રીતે ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મહત્વનું છે કે ગોંડલ રોડ એક વાહન બીજા વાહન સાથે અથડાતા મામલો બિચકાયો હતો અને ઉગ્ર બોલાચાલી બાદ યુવકને છરીના ઘા ઝીંકી દીધા હતા.

ફરિયાદી સાગર ગળચરે પોલીસ સ્ટેશનમાં નોંધાયેવી ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે ગોંડલ રોડ પર ભૂતખાના ચોક પાસેથી વહેલી સવારે પસાર થઈ રહ્યાં હતા. ત્યારે આરોપી પાર્થ, સમીર ઉર્ફે ભાણો અને અન્ય એક વ્યક્તિ એ ગાડીની સાઈડ કાપવા બાબતે ગાળો બોલી હતી અને બાદમાં ઢીકાપાટુનો માર માર્યો હતો. જ્યારે પાર્થ અને સમીર સાથે રહેલા એક વ્યક્તિ સાગરને છાતીના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. જે બાદ તેઓ ફરાર થઈ ગયા હતાં.

 23 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર