રાજકોટ : પોલીસ ભરતીમાં નાપાસ થતાં યુવકે ઝેર ગટગટાવ્યું

યુવકના આપઘાતને પગલે લીલી સાજડિયાણી ગામમાં માતમ

રાજકોટમાં આપઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પોલીસ ભરતીમાં નાપાસ થતાં યુવકે મોતને વહાલું કરી દેતા ચકચાર મચી ગઇ છે.

ગુજરાતમાં યોજાઇ રહેલી પોલીસ ભરતીમાં આ વખતે લાખો ઉમેદવારો ઉમેદવારી નોંધાવી છે. ત્યારે અત્યારે પોલીસ ભરતી પ્રક્રિયા માટેની શારીરિક કસોટી ચાલી રહી છે. એવામાં રાજકોટથી ભરતી માટે મહેનત કરી રહેલા યુવાને પરીક્ષામાં નાપાસ થતાં આપઘાત કરી લીધો છે.

લીલી સાજડિયાણી ગામમાં યુવાને આપઘાત કરી લેતાં નાના એવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. નિકુંજ મકવાણા નામના યુવકે આપઘાત કર્યો છે. પોલીસ ભરતી પ્રક્રિયામાં દોડમાં નાપાસ થતા યુવકે આપઘાત કર્યો હતો. ગઇ કાલે ઝેરી દવા પીધી હતી. સારવાર દરમિયાન મોત થયું છે.

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી