અમદાવાદ : ‘આજ કે જમાને મેં કિસી પે ભરોસા મત કરના…’ યુવકે ફાંસો લગાવી કર્યો આપઘાત

પોતાને સાચો સાબિત કરવા યુવકે કર્યો આપઘાત, દાણીલીમડા પોલીસે બે આરોપીઓ સામે નોંધી દુષ્પ્રેરણાની ફરિયાદ

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં એક કારખાનામાં કામ કરતા એક યુવકે ચોરીના આરોપ અને બદનામીના ડરે તેમજ પોતાને સાચો સાબિત કરવા ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે તેની સાથે કામ કરતા બે આરોપીઓ સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આત્મહત્યા કરતા પહેલા યુવકે વીડિયો બનાવ્યો હતો, જેમાં તેના મિત્રોએ તેના પર ચોરીનો આરોપ મૂક્યો હતો અને પોતે આત્મહત્યા કરી સચ્ચાઈ સાબિત કરવા માંગે છે કહ્યું હતું. આ મામલે મૃતકના ભાઈએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં બે યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહી એક ખાનગી કંપનીમાં ઓપરેટર તરીકે છેલ્લા ત્રણ વર્ષથી આકાશ અને તેનો ભાઈ અંકિત બંન્ને નોકરી કરતા હતા. આકાશ અને અંકિતની સાથે તેમના સાથી કર્મચારી તરીકે હરીઓમ ઉર્ફે ગોલુ રામઅવતાર તોમર, તથા તેનો ભાઇ સંતોષ રામઅવતાર તોમર પણ નોકરી કરતા હતા. આકાશ અને અંકિતના એક ગામના જ હોવાથી એકબીજા સાથે મળી રહેતા હતા.

23મી સપ્ટેમ્બરના રોજ બપોરે 3 વાગ્યે બ્રિજેશ પોતાની રીક્ષા લઇ ફેરા મારી રહ્યો હતો, ત્યારે આકાશ તોમરે બ્રિજેશ નામના યુવકને ફોન કરી જણાવ્યું હતું કે, મારી સાથે કારખાનામાં કામ કરતા હરીઓમ તથા તેનો ભાઇ સંતોષ મળીને મારા પર મોબાઇલ ચોરીનો ખોટો આરોપ લગાવી રહ્યાં છે અને તેઓ મારા પર પોલીસ કેસ કરવાની ધમકી આપી રહ્યાં છે. જેથી બ્રિજેશે આકાશને કહ્યુ કે, આવું કંઇ નહીં થાય તુ પગાર લઇ ઘરે જતો રહે. જો કે આકાશે રડતા રડતા જણાવ્યું હતું કે, મારા શેઠ અત્યારે પગાર નહીં આપે થોડા દિવસ પહેલાં હરીઓમ અને તેના ભાઇ સંતોષે મને માર્યો હતો અને તુ ચોર છે તેવું કહી બદનામ કરી રહ્યાં છે.

ફોન બાદ બીજા દિવસે આકાશે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તેના પિતરાઇભાઈને જાણ કરવામાં આવતા તેઓએ હોસ્પિટલમાં લાશને પીએમ કરી અંતિમવિધિ કરી હતી. બાદમાં તેના ફોનમાંથી એક વીડિયો મળ્યો હતો જે આત્મહત્યા પહેલા આકાશે બનાવ્યો હતો.

મળતા પહેલા વીડિયોમાં આકાશે કહ્યું હતું, કે આજના જમાનામાં કોઈ પર ભરોસો ન કરતાં અમદાવાદમાં સંતોષ અને ગોલું મારા મિત્રો સાથે રહેતો હતો. તેમને મારા પર ભરોસો ન હતો. એક વ્યક્તિનો મોબાઈલ ખોવાઈ ગયો હતો. તેમને મારા પર શંકા કરી મારા પર ભરોસો ન કર્યો. મેરે અચ્છે દોસ્ત થે. શેઠની નજરમાં નીચો કરી દીધો. આત્મહત્યા કરી અને સચ્ચાઈ સાબિત કરવા માંગુ છું. આ વીડિયોને આધારે દાણીલીમડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 72 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર