રાજુલાના યુવકે બનાવ્યો ખાસ રોબોટ, બોરવેલમાં પડેલા બાળકોને સરળતાથી બચાવી શકાશે

રાજુલાના ગરીબ ખેડૂતના ઈજનેર દીકરાએ આધુનિક ટેક્નિક અને પોતાની સુજ બૂજથી બોરવેલ માંથી બાળકને જીવિત બહાર કાઢી શકાય તેવો રોબોટ વિકસાવ્યો છે. નાના એવા રાજુલામાં ખેતી કરતા આ યુવાને ઈજનેરનો અભ્યાસ કર્યો છે. આ ટેકનોલોજીમાં પોતાના સેલ ફોનથી ગમે તેવા ઊંડા બોરવેલ અંદર ખાબકેલ બાળકને રોબોટની મદદ વડે બહાર કાઢી શકાય તેમ છે.

આ યુવક આગામી 27મીએ દિલ્હી પ્રધાનમંત્રીને મળવા જશે. રાજુલામા રહેતા મહેશભાઇ આહીર નામના યુવાને આ રેસ્ક્યુ રોબોટનુ સર્જન કર્યુ છે. મહેશભાઇ ઘણા સમયથી આ પ્રકારની ઘટનાઓ બને ત્યારે મોટેભાગે બોરવેલમા ફસાયેલા બાળકોને બહાર કાઢવામા સફળતા મળતી નથી જેને પગલે તેમણે સતત ચિંતા અને ચિંતન કરી કંઇક નવી શોધ કરવા વિચારણા કરી હતી. અને જોતજોતામા તેમણે એક રેસ્કયુ રોબોટનુ સર્જન કરી દીધું હતું.

રોબોટ પાછળ આશરે 60,000 નો ખર્ચ કર્યો છે. અને 25 મિનિટ જેટલો સમય રેસ્ક્યુ ઓપરેશનમાં લાગે છે. અને રિમોટ કંટ્રોલથી આ રોબોટ ચાલે છે. રોબોટમાં સીસીટીવી કેમરા પણ નીચે લગાવવામાં આવ્યા છે. સાથે નીચે બાળક અંદર ફસાય જાય ઉપર નીચેની સાઈડમાં તો તેને કેવી રીતે ખેંચી લેવું તેને લઇને કેટલીક સિસ્ટમ છે.

 12 ,  1