ખેડામાં પોલીસ ભરતીની પરીક્ષા આપવા આવેલા યુવકનું મોત

પરીક્ષા આપી પોતાના રૂમમાં સુઈ ગયા બાદ ઉઠ્યો જ નહીં

પોલીસ કોન્સેબલની ભરતી પરીક્ષા આપવા આવેલ યુવકનું મોત નીપજ્યું છે. ખેડા કેમ્પ ખાતે ચાલતી પોલીસ કોન્સેબલની પરીક્ષા આપી પોતાની રૂમ પરત ગયા બાદ યુવકનું મોત થયું છે. યુવક પરીક્ષા આપી પોતાની રૂમ પર આવી સુઈ ગયા બાદ ઉઠ્યો જ નહીં. મૃતક યુવકનું નામ નરેન્દ્ર બામણિયા મૂળ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કોતરા ગામનો રહેવાસી છે.

હાલ ખેડા ટાઉન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. યુવકના મૃતદેહ ને હાલ ખેડા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.  યુવકનું પીએમ પેનલ ડોક્ટરો દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવશે.

 19 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી