September 22, 2020
September 22, 2020

ભાવનગર : મિત્રની માતાના પ્રેમમાં નડતરરૂપ દોસ્તને તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી રહેશી નાખ્યો

માતા સાથે આડાસંબંધ રાખનાર યુવાન સાથે પુત્રનો ઝઘડો; યુવાને પુત્રને રહેશી નાખ્યો

ભાવનગરમાં બે દિવસ પહેલા થયેલી હત્યાના આરોપીઓ ઝડપાઇ ગયા છે. શહેરના આખલોલ જકાતનાકા પાસે મુખ્યમંત્રી આવાસ યોજનામાં ત્રીજા માળે રહેતા યોગેશ પ્રતાપભાઈ બારૈયા ઉ.20 નામનાં યુવાન પર રાણીકા વિસ્તારમાં સોહિલ ઉર્ફે સોયલો રફીક મેમણ, રાહુલ ઉર્ફે કાયો, સોહિલ સંધી અને પારસ વાણીયો નામનાં ચાર શખ્સોએ છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખી નાસી છુટ્યા હતાં.

આ બનાવ અંગે મૃતક યુવકની વિધવા માતા જ્યોતિબેન પ્રતાપભાઈ બારૈયાએ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેને આરોપી સોહિલ સાથે આડા સંબંધો હતા. તેને લઇ તેના પુત્ર યોગેશે સોહિલ સાથે ઝઘડો કર્યો હતો. અને આ સંબંધો ગમતા ન હોય ગઇ મોડીરાત્રે ફરી બોલાચાલી થતાં સોહિલ અને તેના સાગરીતોએ યોગેશ ઉપર છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી.

યોગેશ બારૈયાને તેની માતા અને મિત્ર સોહિલ વચ્ચે પ્રેમ સંબંધ હોવાની જાણ થઈ ગઈ હતી. જેથી પ્રેમમાં નડતરરૂપ મિત્રનું કાસળ કાઢી નાખવા સોહિલ એ પ્લાન બનાવ્યો હતો જેમાં તેણે તેના અન્ય ત્રણ મિત્રોની પણ મદદ લીધી હતી, જેથી તેઓ ચારેય યુવાનો તારીખ 7 ઓગસ્ટના દિવસે રાત્રે 9 વાગે તેના ઘર નજીક ગયા હતા, ત્યારે યોગેશ બારૈયા તેના ઘર પાસે ઉભો હતો, જેથી તેની સાથે ઝઘડો કરી યોગેશ કાઈ સમજે એ પહેલાં ચારેય યુવાનો તેના પર તૂટી પડ્યા હતા અને સાથે લાવેલા તીક્ષ્ણ હથિયારોના ઉપરાછાપરી ઘા ઝીંકી દેતા યોગેશ ત્યાંજ ફસડાઈ પડ્યો હતો.

જ્યારે ચારેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા ત્યારે ગંભીર રીતે ઘવાયેલા યોગેશને હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું, જ્યારે પુત્રની હત્યા થતા માતાએ ચારેય યુવાનો વિરુદ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આખરે ચારેય આરોપીઓને દબોચી લીધા છે.

 127 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર