મોરબી : નવલખી બંદરે ગાડીમાં લોડિંગ બાબતે છરીનો ઘા ઝીંકીને યુવાનની હત્યા

મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થા જાળવવામાં પોલીસ નિષ્ફળ નિવડી : હત્યા, લુંટ, મારા- મારી જેવી ધટનાઓ સાવ સામાન્ય બની

મોરબી જીલ્લામાં દિન પ્રતિદિન કાયદો- વ્યવસ્થા ના ચીંથરા ઉડી રહા છે. અને જીલ્લા પોલીસ પણ નિષ્ફળ નિવડી રહી હોય તેમ અસામાજીક તત્વો માથું ઉચકી રહા છે. જીલ્લા માં હત્યા, લુંટ, મારા- મારી , જેવી ધટનાઓ સાવ સામાન્ય બની હોય આવા અાવા અસામાજીક તત્વો સામે પોલીસ ધૂંટણીએ પડી હોય તેવું લાગી રહું છે. ત્યારે વધુ એક હત્યા ની ધટના સામે આવી છે. જેમાં મોરબી જિલ્લાના નવલખી બંદર ખાતે ગાડીમાં લોડિંગ કરવા બાબતે યુવાનને છરીનો ઘા ઝીંકીને તેની હત્યા કરી નાખવામાં આવી છે જેથી કરીને મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો અને આ બનાવ અંગે માળિયા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ મોરબી હોસ્પિટલ અને ધટના સ્થળે દોડી હતી. અને યુવાનને છરીનો ઘા ઝીંકીને હત્યા કરનારા શખ્સોને પકડવા માટે તપાસ શરુ કરવામાં આવેલ છે

મોરબી જિલ્લામાં ચોરી, લૂંટ ,હત્યાનો પ્રયાસ અને હત્યા સહિતના બનાવો રોજીંદા બની ગયા હોય તેમ ગંભીર પ્રકારના ગુનાઓ રોજેરોજ સામે આવતા હોય છે અને તેમા ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે.પોલીસ દિન પ્રતિદિન કાયદો-વ્યવસ્થા જાળવવા નિષ્ફળ નિવડી રહી છે. દરમિયાન મોરબી જિલ્લાની અંદર આવતા નવલખી બંદર ખાતે યુવાનને છરીનો ઘા ઝીંકીને તેની હત્યા કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.

હાલમાં માળીયા મિંયાણા તાલુકા પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા તાલુકા પોલીસની હદમાં આવતા મોટા દહીસરા ગામે રહેતા અને ખાનગી કંપનીમાં નવલખી બંદર ખાતે કામ કરતાં દશરથસિંહ ભગવતસિંહ જાડેજા (ઉ.વ.૪૨) નામના યુવાનને નવલખી બંદરની અંદર છરીનો ઘા ઝીંકીને તેની હત્યા કરવામાં આવેલ છે વધુમાં પીએસઆઇ ચુડાસમા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે નવલખી બંદર ખાતે ગાડીમાં લોડીંગ કરવા બાબતની માથાકુટ હતી જેમા દશરથસિંહ ભગતસિંહ જાડેજાને છરીનો જીવલેણ ઘા ઝીકી દેવામાં આવેલ છે.

જોકે છરી મારનાર છરી મારીને નાસી ગયેલા છે તે શખ્સને શોધવા માટે કવાયત ચાલુ છે અને જોકે, જે યુવાનની હત્યા કરવામાં આવી છે તેના કુટુંબના ગામમાં જ રહેતા શખ્સે છરી મારી હોવાની માહિતી પોલીસને મળી રહી છે જેના આધારે તપાસ ચાલી રહી છે

 202 ,  11