September 26, 2020
September 26, 2020

સુરત : અડાજણ વિસ્તારમાં અચાનક યુવક જાહેરમાં નગ્ન થઇ ગયો અને પછી…

કેનેડા જવા માટેની પરીક્ષા રદ થતાં યુવક માનસિક સંતુલન ગુમાવતા નગ્ન થઇ તમાશો કરવા લાગ્યો

સુરતના અડાજણ વિસ્તારમાં વિચિત્ર ઘટના સામે આવી છે. એક યુવાન અચાનક નગ્ન થઈને તમાશો કરવા લાગ્યો હતો. આવતા જતા લોકોને ગંદી ગાળો આપતો હતો. જો કે બાદમાં પોલીસ જાણ કરતા ઘટનાસ્થળે પહોંચી તમાશો કરનાર યુવકની અટકાત કરી હતી.

અટકાયત બાદ જાણવા મળ્યું કે યુવક કેનેડા જવા માટે પરીક્ષા તૈયારી કરી હતી અને પરીક્ષા રદ થયા બાદ આ યુવાન પોતાનું માનસિક ગુમાવતા આજે તમાશો કર્યો હતો.

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ એક કોમ્પલેક્સ પાસે એક યુવાન અચાનક પોતાના કપડાં કાઢી નાખીને તમાશો શરૂ કર્યો હતો. અને અભદ્ર ભાષા સાથે ગાળો બોલવા લાગ્યો હતો. જોકે સ્થાનિક લોકોએ આ મામલે પોલીસને જાણકારી આપી હતી.

જાહેરમાં નગ્ન થઇને તમાશો કનાર આ યુવાનનું નામ વિજય ધનવન ગોહિલ છે. વિજય છેલ્લા લાંબા સમયથી કેનેડા જવા માટે પરીક્ષાની તૈયારી કરતો હતો. 22 વર્ષીય યુવાન હાલમાં અભ્યાસ કરતો હતો પણ પોતાની મહેનત વચ્ચે કોરોના લોકડાઉન આવી જતા તેની પરીક્ષા રદ થઈ હતી.

પરીક્ષા રદ થતાં જેથી તે માનસિક રીતે હતાશ થઈ ગયો હતો અને સતત તણાવમાં રહેતો હતો. દરમિયાન આજે આજ ટેન્શનમાં આવી જઈ પોતાના કપડાં કાઢીને તમાશો કર્યો હતો.

 131 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર