પેપરલીક કાંડ : ઇસુદાન-ઇટાલિયા સહિત આપના નેતાઓને મળ્યા જામીન

 સેશન્સ કોર્ટ ગાંધીનગર દ્વારા શરતી જામીન મંજુર કર્યા 

આપના 55 નેતાઓ અને કાર્યકર્તાઓને સેશન્સ કોર્ટ ગાંધીનગર દ્વારા શરતી જામીન મંજુર કરવામાં આવ્યા છે. કમલમ પર પેપર કાંડ મામલે વિરોધ કરવાના મામલે આપના 55 નેતાઓ અને કાર્યકર્તાઓને સેશન્સ કોર્ટ ગાંધીનગર દ્વારા શરતી જામીન મંજુર કરાયા છે. ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટલીયા સહિત બધાના જમીન મંજૂર કરાયા છે. 

ગુજરાતમા પેપર લીકના કૌભાંડો બાદ અસિત વોરાના રાજીનામાની માંગણી સાથે આમ આદમી પાર્ટીએ મોરચો માંડ્યો હતો. યુવરાજસિંહે 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું, પરંતુ સરકારે પેપર લીક મામલે કાર્યવાહી શરૂ કરતાં તેમના અલ્ટિમેટમનું સુરસુરિયું થઈ ગયું હતું. ભાજપ કાર્યાલય કમલમ પર હુલ્લો બોલાવનાર આપના નેતાઓ અને કાર્યકર્તાઓને જેલભેગા કરવામાં આવ્યા હતા. ત્યારે આખરે 11 દિવસ બાદ આપના 55 નેતાઓ અને કાર્યકર્તાઓને સેશન્સ કોર્ટ ગાંધીનગર દ્વારા શરતી જામીન મંજુર કર્યા છે. 

ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં દેખાવો કરનાર આપના નેતાઓ આજે જેલમુક્ત થશે. આમ આદમી પાર્ટીના 55 નેતાઓ અને કાર્યકર્તાઓને ગાંધીનગર સેશન્સ કોર્ટે શરતી જામીન આપ્યા છે. ઇસુદાન ગઢવી,ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓને જામીન મળ્યા છે. આ મામલે તેમના વકીલે જણાવ્યું કે, ફરિયાદી પક્ષે કરેલી કેટલી વાતોમાં કોઇ તથ્ય નથી. ઇસુદાન સામે પ્રોહિબિશનનો ફરિયાદમાં કોઇ ઉલ્લેખ નથી. આજ સાંજ સુધીમાં તમામ લોકો ઘરે જઇ શકશે. ફરિયાદી પક્ષથી ગાંધીનગરમાં એન્ટ્રી ન થવાની શરત હોઇ શકે છે. 

 53 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી