September 18, 2020
September 18, 2020

સુરત : માતા-ભાઈએ ઠપકો આપતાં યુવાનને લાગ્યું માઠું, લગાવી મોતની છલાંગ

કેબલ બ્રિજ પરથી ઝંપલાવી યુવાને કર્યો આપઘાત, શોધખોળ શરૂ

સુરતમાં કોરોના વાયરસ અને લોક ડાઉનના કારણે બેકાર બનેલા યુવકે કેબલ બ્રિજ પરથી ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બેકાર બનેલા યુવક પાસે કામધંધો ન હોવાથી માતા અને ભાઇએ ઠપકો આપ્યો હતો. યુવકને ઠપકો આપતાં માઠુ લાગી જતાં બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી દીધી હતી.

અડાજણ વિસ્તારમાં પરિવાર સાથે રહેતો 24 વર્ષીય અજય નામનો યુવાન કોરોના વાયરસ તેમજ લોક ડાઉનના કારણે નોકરી, કામધંધો ન મળતાં બેકાર બન્યો હતો. માતા અને ભાઇએ અજયને કંઈક કામધંધો કરવાનું કહી ઠપકો આપ્યો હતો. જે અજયને માઠું લાગ્યું હતું. જેથી અડાજણ વિસ્તારમાં જ આવેલા કેબલ બ્રિજ પર પહોંચ્યો હતો અને તાપી નદીમાં કૂદી પડ્યો હતો. 

ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી છે અને યુવાનની શોધખોળ હાથ ધરી છે. બીજી તરફ પરિવારજનો પણ નદી કિનારે પહોંચ્યો હતા. અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી પરિવારજનોનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પરિવાર દ્વારા યુવાને ઠપકો આપાતા યુવાનને માઠું લાગ્યું હતું. અને મોતને વહાલું કરવાનું વિચારી લીધું હતું. ફાયર વિભાગને જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચી યુવાનની શોધખોળ શરુ કરી હતી.

જોકે છેલ્લા બે કલાકની મહેનત બાદ પણ અજય મળી આવ્યો ન હતો. આ બનાવની જાણકારી મળતા અજયનો પરિવાર પણ તાપી નદી કિનારે દોડી આવ્યો હતો. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

 74 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર