ઝાડ પર લટકતી હાલતમાં યુવાનની મળી લાશ, હત્યા કે આત્મહત્યા તે અંગે ઘૂંટાતું રહસ્ય

ખેડબ્રહ્માના જગમેર પાટીયા પાસે આવેલ લોખંડના પીપળા બનાવતી ખાનગી કંપનીમાં મજુરી કરતા મૂળ રાજસ્થાનના સુમેરપુરના લૂંદાડાના યુવકની લીમડાના ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે.

ઘટનાની જાણ થતા ખેડબ્રહ્મા પોલીસ સ્થળ પર પહોંચી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આત્મહત્યા કે હત્યા તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.છેલ્લા કેટલાક સમયથી આ યુવાન ફેકટરીમાં નોકરી કરતો હતો. પોલીસે યુવાનના પરિવારજનોને જાણ કરતા પરિજનો રાજસ્થાનથી ખેડબ્રહ્મા આવવા રવાના થઇ ગયા છે.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી