જુનાગઢ : ડેમમાં યુવક તણાયો, મહિલાઓએ દુપટ્ટા વડે બચાવ્યો જીવ : Video વાયરલ

દુપટ્ટા વડે દોરડું બનાવી યુવાનને બહાર કાઢ્યો

જુનાગઢમાં વિલીંગ્ડન ડેમમાં એક યુવક ડૂબતા ડૂબતા બચ્યો હતો. પાણીના પ્રવાહમાં યુવક તણાયો હતો જો કે એક મહિલાઓની સતર્કતાને કારણે યુવકનો જીવ બચ્યો હતો. ન્હાવા પડેલ યુવાન અચાનક ડૂબવા લાગ્યો હતો. મહિલાઓનું ધ્યાન જતાં  દુપટ્ટા વડે દોરડું બનાવી યુવાનને બહાર કાઢ્યો હતો. યુવાનનો જીવ બચી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ અંગેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ગુલાબ વાવાઝોડાની અસરના પગલે ગત મોડીરાત્રીથી જ જૂનાગઢ જીલ્‍લામાં ઘીમી ઘારે વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન આજે બપોરે મેઘરાજાએ વિરામ લીઘા બાદ ફરી સાંજે ત્રણેક વાગ્‍યાથી હેત વરસાવવાનું શરૂ કરેલ હતુ. જેમાં જીલ્‍લાના વિસાવદર શહેર-પંથકમાં ચાર કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસી જતા બારેમેઘ ખાંગા જેવી સ્‍થ‍િતિ સર્જાઇ હતી. જયારે જીલ્‍લાના અન્‍ય તાલુકાઓમાં બપોરે છ કલાક દરમિયાન એકથી ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદની આગાહીને ઘ્‍યાને રાખી જીલ્‍લામાં આજથી તા.1 ઓકટોમ્‍બર સુધી ડેમ, નદી, તળાવ પાસે પર્યટકોને ન જવા અને જિલ્લામાં પ્રવાસ ન કરવા જૂનાગઢ કલેકટર દ્વારા અપીલ કરી છે.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી