September 26, 2022
September 26, 2022

યો યો હની સિંહનું સોંગ ‘મખણા’ ફસાયું વિવાદોમાં

રેપ સીંગર હની સિંહ વિરુદ્ધ મોહાલીમાં FIR દાખલ થઇ છે. હની સિંહ પર તેના નવા સોન્ગ ‘મખના’ માં મહિલાઓને લઇને અશ્લીલ શબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ છે. અગાઉ પણ આ મામલે રાજ્ય મહિલા પંચે પંજાબ પોલીસને ફરિયાદ કરી હતી.

રાજ્ય મહિલા પંચે હની સિંહ અને ભૂષણ કુમાર વિરૂદ્ધ પંજાબના મોહાલીમાં ફરિયાદ દાખલ કરી છે. બંને પર સેક્શન 294 અને 506 સહિત અન્ય ધારાઓમાં કેસ દાખલ થયો છે.

મનીષા ગુલાટીએ એક પત્ર લખીને પંજાબના ગૃહ સચિવ અને ડીજીપીને પત્ર લખીને વિરોધ દાખલ કર્યો છે. આ અંગે મનીષા ગુલાટીએ જણાવ્યું કે, અમે પોલીસને કહ્યું છે કે સોંગમાં મહિલાઓ વિરૂદ્ધ અશ્લીલ શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે, તો આ સોંગને પંજાબમાં બેન કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે.

જણાવી દઈએ કે, હની સિંહનુ ‘મખના’  સોંગ ડિસેમ્બર 2018માં ટી સીરીઝની યૂ ટ્યૂબ ચેનલ પર  સોંગને રિલીઝ કરવામાં આવ્યું હતુ. લિરિક્સ હની સિંહ લખ્યા હતા.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી