ટીમ ઈન્ડિયાના ‘યુવરાજે’ ક્રિકેટને કહ્યું અલવિદા, મંચ પર થયા ભાવુક

ભારતના 2007 ટી20 વર્લ્ડ કપ અને 2011 ક્રિકેટ વિશ્વકપમાં જીતનો હીરો રહેલા યુવરાજ સિંહે 10 જુને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતીની જાહેરાત કરી દીધી છે. 18 વર્ષની લાંબી કારકિર્દી બાદ ભારતીય ક્રિકેટ જગતના સ્ટાર ખેલાડી યુવરાજ સિંહે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતીની જાહેરાત કરી દીધી છે. યુવરાજ સિંહે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનું અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે.યુવરાજે પત્રકાર પરિષદ દરમ્યાન કહ્યું હતું કે, મેં કોઈ પણ દિવસ હાર નથી માની. આ સાથે યુવરાજ મંચ પર ભાવુક થઈ ગયા હતા. તેણે કહ્યું હતું કે, ક્રિકેટ જગતમાં મેં ઘણા ઉતાર ચઢાવ જોયા છે. યુવરાજે કહ્યું હતું કે, તે હવે કેન્સરના દર્દીઓની મદદ કરશે. ઉલ્લેખનીય છે કે યુવરાજને કેન્સર થયું હતું જેને પણ તે માત આપી તેમાંથી બહાર નીકળ્યો હતો. જે પછી તેની ક્રિકેટ કરિયરમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા હતા.

37 વર્ષીય યુવરાજ સિંહે વન ડે માં પહેલા મેચ વર્ષ ૨૦૦૦માં રમ્યા હતા. તેઓ ૨૦૧૧ વર્લ્ડ કપમાં મેન ઓફ ધી સિરીઝ જાહેર થયા હતા. યુવરાજે તમામ ફોર્મેટ સહિત ૧૧,૭૭૮ રન અને ૧૪૮ વિકેટ લીધી હતી.તેઓ ૩૦૪ વનડે રમ્યા જેમાં ૮,૭૦૧ રન અને ૧૧૧ વિકેટ લીધી, સાથે ૧૪ સદી અને ૫૨ અર્ધ સદી છે. યુવરાજે ૪૦ ટેસ્ટ, ૫૮ ટી20 મેચ રમ્યા છે. અંતિમ વનડે મેચ 30 જૂન 2017ના વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમી હતી. યુવીએ પોતાની અંતિમ ટી20 મેચ 1 ફેબ્રુઆરી 2017ના ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમી હતી. જ્યારે અંતિમ ટેસ્ટ મેચ ૨૦૧૨માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમી હતી.

જાણકારી પ્રમાણે યુવરાજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી બાદ આઈસીસી માન્યતા પ્રાપ્ત વિદેશી ટી20 લીગમાં રમવા ઈચ્છે છે. યુવી વિદેશી ટી20 લીગમાં ફ્રીલાન્સ ક્રિકેટર તરીકે રમવા ઈચ્છે છે. યુવરાજ સિંહ 2019 ક્રિકેટ વિશ્વકપમાં રમવા ઇચ્છે છે. પરંતુ ખરાબ ફોર્મ અને ફિટનેસને કારણે તેનું આ સપનું અધુરૂ રહી ગયું હતું.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી