મલેશિયામાં ઝાકિર નાઈકના ભડકાઉ ભાષણો પર પ્રતિબંધ

મલેશિયા સરકારે ભારતના ઈસ્લામિક ઉપદેશક અને ભાગેડું ઝાકિર નાઈક પર મોટી કાર્યવાહી કરી છે. જાકિર પર મલેશિયામાં કોઈ પણ રાજકીય કાર્યક્રમમાં સામેલ થવા અને ભડકાઉ ભાષણ આપવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઝાકિર પર મલેશિયામાં માઈનોરિટી સમુદાયના હિંદુઓ અને ચીનના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. મીડિયાનાં કહેવા પ્રમાણે ઝાકિરનો કાયમી નાગરિકતાનો દરજ્જો પણ છીનવાઈ શકે છે.

મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદે કહ્યું કે ઝાકિરને 2015થી મલેશિયામાં કાયમી નાગરિકતાનો દરજ્જો મળ્યો છે. જો તે દેશને નુકસાન પહોંચાડનારા કર્યોમાં સામેલ હોવાનું બહાર આવ્યું તો આ દરજ્જો પરત લેવામાં આવી શકે છે. ઝાકિરે જુલાઈ 2008માં કહ્યું હતું કે 11 સપ્ટેમ્બર 2001ના રોજ અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલા માટે અલકાયદા જવાબદાર નથી.

મેલકાના મુખ્યમંત્રી અદલી જાહારીએ રવિવારે કહ્યું હતું કે જાકિર હવે રાજયમાં કોઈ પણ પ્રકારના ધાર્મિક કાર્યક્રમમાં ભાષણ આપી શકશે નહિ. અમે બધા સાથે સારો સબંધો ઈચ્છીએ છીએ, આ કારણે અમે આ નિર્ણય કર્યો છે.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી