અમદાવાદની ઝાયડસે બાળકોના રસી માટે DCGI પાસે માંગી મંજૂરી

દેશને વધુ એક સ્વદેશી વેક્સીન મળશે

ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાઈરસ પર કાબૂ મેળવવા રસીકરણ એક માત્ર હથિયાર છે. આ સ્થિતિ વચ્ચે અમદાવાદની ઝાયડસ કેડિલાએ ઝાયકોવ-ડી (Zycov-D) માટે ડીસીજીઆઈ (DCGI) ની મંજૂરી માંગી છે. 12 વર્ષ અને તેનાથી વધુ વયના લોકો માટે ડીએનએ રસીના ઉપયોગની મંજૂરી માંગી છે.

ડીસીજીઆઈની મંજૂરી મળ્યા બાદ આગામી દિવસોમાં રસીને બજારમાં ઝાયડસ કંપની ઉપલબ્ધ કરાવશે. ઝાયડસની રસી પહેલી ડીએનએ બેઝ રસી છે જેની મંજૂરી હાલ માંગવામાં આવી છે. ઝાયડસની રસીને મંજૂરી મળશે એટલે એ દેશમાં ઉત્પાદન થતી ચોથી રસી બનશે. રસી ટ્રાયલનો ત્રીજો તબક્કો પૂર્ણ થઈ ગયો છે DCGIની મંજૂરી મળ્યા બાદ ભારત બાયોટેકની કોવેક્સીન પછી આ બીજી સ્વદેશી રસી હશે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ઝાયડસ કેડિલાએ ભારતની ટોપ દવા નિયામક ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની સામે અરજી કરી છે. જેમાં તેણે પોતાની ડીએનએ રસી Zycov-Dના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી માંગી છે. ઝાયડસ કેડિલાની આ રસી 12 વર્ષ તથા તેનાથી ઉપરની ઉંમરના લોકો માટે છે. કંપનીએ રસીના ત્રીજા ચરણના ટ્રાયલનો ડેટા પ્રસ્તુત કર્યો છે. જેમાં 28000થી વધારે વોલેન્ટિયરોએ ભાગ લીધો હતો. રોયટર્સનું માનીએ તો ડેટામાં રસી સુરક્ષા અને અસરકારક્તાના માપદંડો પર ખરી ઉતરી છે.

 56 ,  1